બહેનો માટેના કાર્યક્રમની શ્રેણીમાં વિતેલ વર્ષનાં આયોજિત કાર્યક્રમમાં બહેનોના ઉત્સાહથી પ્રોત્સાહિત થઈને આપણાં મંડળ તરફથી ફરી એક્વાર બહેનોને મંચ ઉપર શનિવાર તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ એ. જી. ટીચર્સ કોલેજ હોલ, નવરંગપુરા ખાતે ભેગા કરવાનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમની થીમ હતી “વેસ્ટમાંથી બેસ્ટ”
આપણાંજ મંડળના સભ્ય શ્રી વિરેન્દ્ર એમ. શાહ (ધિણોજ) ના ધર્મપત્ની શ્રીમતી ધારિણીબેને આ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. આર્ટ અને ક્રાફ્ટ્ના વિષયમાં નિષ્ણાંત એવા ધારિણીબેન લગભગ ૭૫ મિનિટમાં રોજિંદા વપરાશમાં નકામી જણાતી ચીજ વસ્તુઓમાંથી થોડીક સૂઝ અને માર્ગદર્શનથી સુંદર અને કલાત્મક છતા ઉપયોગી કૃતિઓ બનાવતા શીખવાડ્યું હતુ.
અમદાવાદ મેડીકલ એસોસિયેશનના ઉપક્રમે અગાઉ યોજેલ આ કાર્યક્રમને ખૂબજ સુંદર પ્રતિભાવ મળ્યો હતો.
આ કાર્યક્રમ સાથે હાઉસી અને અન્ય રમતો પણ રમાડવામાં આવી હતી અને વિજેતા બહેનોને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
For Shri Jain Visa Shrimali 108
Gol Yuvak Mandal, Ahmedabad |